હા હું સાવજ જ છું
હા હું સાવજ જ છું


વહુ થઇને બધાનું સાંભળવા કરતા સાવજ બનીને,
જવાબ આપવા માટે હા હું સાવજ જ છું.
વહુ બનીને લાચાર રહેવા કરતા સાવજ બનીને,
હક લેવા માટે હા હું સાવજ જ છું.
વહુ બનીને સહન કરવા કરતા સાવજ બનીને,
લડવા માટે હા હું સાવજ જ છું.
વહુ બનીને બધાનું માનવા કરતા સવાજ બનીને,
પોતાનું ધાર્યું કરવા માટે હા હું સાવજ જ છું.
વહુ બનીને દબાવવા કરતા જે મને હેરાન કરતા હોય,
એના માટે હા હું સાવજ જ છું.
વહુ બનીને ચારિત્ર્ય પર આંગળી ઉઠતી સહન કરવા કરતા,
જે એવું કરે એનું અસ્તિત્વ મિટાવવા માટે હા હું સાવજ જ છું.
વહુ બનીને ગુલામી કરવા કરતા જે ગુલામી કરાવે,
એની ભૂલ એને બતાવવા માટે હા હું સાવજ જ છું.
વહુ બનીને પારકી હોવા છતાં પણ એ જ ઘરમાં રહીને,
પતિનો સાથ આપવા માટે હા હું સાવજ જ છું.
વહુ બનીને ભોળા રહેવા કરતા લોકોના,
ષડયંત્ર સામે લડવા માટે હા હું સાવજ જ છું.
વહુ બનીને પતિ કે બાળકો પર ઉઠતી આંગળી,
ચૂપચાપ જોવા કરતા આંગળી ઉઠાવવા વાળાને,
વળતો જવાબ આપવા માટે હા હું સાવજ જ છું.