Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meera Parekh vora

Romance

1.5  

Meera Parekh vora

Romance

વરસાદના ટીપાં વહાલા લાગે છે

વરસાદના ટીપાં વહાલા લાગે છે

1 min
255

ભગવાનના આશીર્વાદ ખૂબ જ વહાલા છે,

એવા જ વરસાદના ટીપાં મને બહુ વહાલા લાગે છે...

મારા મને મોરની કળા મને ખૂબ વહાલી લાગે છે,

એવા જ વરસાદના ટીપાં મને બહુ વહાલા લાગે છે...

જન્મતું બાળક મા ને ખૂબ વહાલું લાગે છે,

એવી જ રીતે વરસાદના ટીપાં મને બહુ વહાલા લાગે છે...

ખીલતું ગુલાબ જે પ્રેમીને ખૂબ વહાલું લાગે છે,

એવી જ રીતે વરસાદના ટીપાં મને બહુ વહાલા લાગે છે...

નદીને સાગર જેમ વહાલો લાગે છે,

એવી જ રીતે વરસાદના ટીપાં મને બહુ વહાલા લાગે છે...

ઝરણાને વહેવું જેમ વહાલું લાગે છે,

એવી જ રીતે વરસાદના ટીપાં મને બહુ વહાલા લાગે છે...

પ્રેમિકાને જુદાઈમાં ચાંદ ખૂબ વહાલો લાગે છે,

એવી જ રીતે વરસાદના ટીપાં મને બહુ વહાલા લાગે છે...

તારાઓને જેમ આકાશ વહાલું લાગે છે,

એવી જ રીતે વરસાદના ટીપાં મને બહુ વહાલા લાગે છે...

માણસને જેમ પોતાનો જીવ વહાલો લાગે છે,

એવી જ રીતે વરસાદના ટીપાં મને બહુ વહાલા લાગે છે....

પત્નીને જેમ પતિ ખૂબ વહાલો લાગે છે,

એવી જ રીતે વરસાદના ટીપાં મને બહુ વહાલા લાગે છે.

Rate this content
Log in

Similar gujarati poem from Romance