STORYMIRROR

urvashi trivedi

Inspirational

4  

urvashi trivedi

Inspirational

જાય

જાય

1 min
158

રણ બની ગયેલી આંખોમાં વાદળ ઘેરાય તો,

અશ્રુઓનો ધોધ વહેતા પહેલા જ વરાળ બની જાય.


બાળપણ અને યુવાની વચ્ચેના ઉંબરામાં જિંદગી ક્યારેક બદલાઈ જાય,

ભોમિયા ભટકી જાય ને રખડું ને મંઝિલ મળી જાય.


ઈચ્છાના કબૂતરને પાળીને પિંજરે પૂરી રાખીએ તો,

તપતા સમયમાં અંદર જ બળીને રાખ થઈ જાય.


વાણીને કાતર નહીં કોમળ બનાવીએ,

લાંબો દોરો ને લાંબી જીભ હંમેશા ગૂંચવાઈ જાય.


જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય આપોઆપ મળી જાય,

જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તો આપોઆપ મળી જાય.


અભિમાન તો દરિયા એ પણ ન રખાય,

તેલનું ટીપું પણ તરતું તરતું નીકળી જાય.


વખાણના પુલ નીચેથી મતલબી નદી નીકળતી હોય,

એમાં તરનારા આખરે ડૂબી જ જાય.


જીવન વહેતા પાણીની જેમ વહેતું રખાય,

કચરો આપોઆપ કિનારે નીકળતો જાય.


હિંચકો જેટલો પાછળ જાય તેટલો જ આગળ આવે,

જિંદગી છે, આ તો સુખ અને દુ:ખ આવે ને જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational