તિમિરને હટાવતો સૂર્ય
તિમિરને હટાવતો સૂર્ય
ઘનઘોર વાદળોને છેદતો નભમાં સૂર્ય દેખાય છે,
જાણે તિમિરને હટાવતો તેજ શોભાય છે.
પ્રકાશ અર્પવા જીવસૃષ્ટિને,
અવરોધ સામે લડતો વીરલો સમજાય છે.
વાદળોને મન મૂકી વરસવાનું કહેવા,
જાણે તરુવર પણ ઉચ્ચ ગગને અંબાય છે.
સૃષ્ટિનો આ ક્રમ છે અદ્ભુત,
એક તરફ વર્ષાને સૂરજની આશ વર્તાય છે.
આ બંનેના ભાગદોડથી જાણે,
સૃષ્ટિની સમતા સમતુલા જળવાય છે.
