ખંજર
ખંજર


માનવતાનાં કવચે આજે ભોંકાયું ખંજર ખંજર,
તેથી મમતાનું લીંપણ જોવાં મળ્યું સાવે બંજર બંજર.
પ્રાણોને મુઠ્ઠીમાં રાખી દીધો જન્મ જ આ જીવનમાં,
એ અણમોલા પ્રેમે ના જોયો ક્યારેયે પ્રેમે મંજર.
મૌને સેવે ઘા સઘળા એ સંતો જેવું તરુવર જીવન,
તોયે અર્પે મીઠું અન્ન જ વેઠી ઝંઝાવાતો ટક્કર.
રાધા-કૃષ્ણનો પ્રેમેયે છે નિ:સ્વાર્થી ને નિર્લોભી,
તોયે એમાં જગતે માર્યા અતિ કટુ ભર્યા વેણે કંકર.
ના જોઈએ હરિહર ! અતિ નિર્લોભી પ્રીત્યુંનું કપરૂ ગમ,
કવિનું હૈયું થરથર ધ્રૂજે જોઈ કપટી વિષકર વિષકર.