બેફિકર છું
બેફિકર છું


બેફિકર છું હું મારી આવતી કાલથી,
બેફિકર છું હું વીતી ગયેલ કાલથી.
ના કાલની ફિકર છે, ન આવનારી કાલની ચિંતા,
હું રોજ ગીત નવા ગાઉં છું, કારણ કે હું રાગ વૈરાગ્ય છું.
રોજ નવા સુર અને તાલમાં આવું છું,
રોજ નવા સુર અને તાલ જોડે જાઉં છું.
ના આજની કોઈ ચિંતા છે ન કાલની કોઈ ફિકર,
બેધડક હું, મારી ધુનમાં ચાલી જઉં છું.
ના એક ડગ આગળ ના એક ડગ પાછળ,
બસ કદમથી કદમ મિલાવીને ચાલી જાઉં છું.
બેફિકર છું બેપરવા છું, હું આવતી કાલથી,
આ જ કારણે સદા હસતી રહું છું, ચાલતી રહું છું.