STORYMIRROR

Gayatri Patel

Inspirational Others

3  

Gayatri Patel

Inspirational Others

કાચી માટીનું આ કોડિયું રે

કાચી માટીનું આ કોડિયું રે

1 min
422

કાચી માટીનું આ કોડિયું રે 

એક દિ રાખમાં જવાનું,

પાંખ વગરના પંખીડા રે 

હવે તારે રાહ જોવાનું,


આજે રે આવે કાલે આવે રે,

યમનું કહેણ કોણ જાણે રે,

ક્યારે આવે સમયને પારે રે,

આપણે રોજ કર્મ કરતા જવાનું,


કાચી માટીનું આ કોડિયું રે 

એક દિ રાખમાં જવાનું,

જે થવાનું એ સમય હારે રે'વાનું,

તું જ જગને ઉગારે રે રામ,

સમયની બેલા ક્યારે વરસે,


પંચભૂતિનું તત્વ પંચમાં વિલીન થઈ જશે,

મનની વાત વ્હાલા તારા મનમાં રહી જશે, 


લોકો આજે કે'શે એ કાલ શું કહેશે 

એની વાતમાં તું રોજ વિચારે, રે

હૈયાના હરખમાં તું ક્યાંય નથી રે,

કાચી માટીનું આ કોડિયું રે,

એક દિ રાખમાં જવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational