પપ્પા એટલે પપ્પા
પપ્પા એટલે પપ્પા
મારી ઈચ્છા ઓછાંમાં પણ પૂરી કરે એટલે મારાં પપ્પા,
મહિનાની છેલ્લી તારીખે પણ બોલ વગર કામ કરનાર મારાં પપ્પા,
મારી લાગણીનું બંધ સરોવર એટલે મારાં પપ્પા,
જીવન જીવવાની સાચી ઓળખ ઊભી કરાવનાર એટલે મારાં પપ્પા,
મારા વિચારોમાં ઝળહળતું સત્યનિષ્ઠ વાત એટલે મારાં પપ્પા,
વિદાયની વેળાએ મન મૂકીને રડી લેનાર મારા પપ્પા,
પોતાનું દુઃખ સહન કરીને અમને હસતા રાખનાર તે મારા પપ્પા.