STORYMIRROR

Gayatri Patel

Children Stories Inspirational

4  

Gayatri Patel

Children Stories Inspirational

મારા પપ્પા હજી

મારા પપ્પા હજી

1 min
337

મારા પપ્પા હજી સ્માર્ટફોન વાપરતા શીખે છે,

નાના હાથે ડગલે પગલે ફોનમાં બધું જાણે છે,


21મી સદીની જિંદગી સાથે સોશ્યલ લાઈફ માણે છે,

હરખમાં હરખાતા રોજ સવારે સુપ્રભાતથી સંબોધે છે,


આધુનિકરણમાં ભૂલેલા લોકો સાથે મનથી વાતો કરે છે,

દીકરો છે છતાં દીકરીના કહ્યા બોલ ઝીલે છે,

મારા પપ્પા હજી સ્માર્ટફોન વાપરતા શીખે છે,


મારા ન બોલાયેલ બોલના શબ્દોને ઓળખી બતાવે છે,

ખૂણે ખૂણે ન પહોંચે લોકો તેની ખબર કાઢી આવે છે,


છે હાસોટી પણ મનથી સુરતીના દિલ જીતી બતાવે છે,

પરિવાર પપ્પાના બોલથી ડરના માર્યા ભાગે છે,


સૂર્યના કિરણ સાથે ઉઠી નિતિ નીયમને અપનાવે છે,

મારા પપ્પા હજી સ્માર્ટફોન વાપરતા શીખે છે,


આજે છે જન્મદિન એ હસતા રહે એજ પ્રાર્થના કરું છું,

સદાય રહે મુખ ઊંચું મારા પપ્પાનું અરજ પ્રભુને કરું છું,


મારી જિંદગીના દરેક સમયમાં સાથે રહે કામ કરું છું,

આજ પ્રભુ પાસે જન્મોજન્મ પપ્પાની ખુશી હું માંગુ છું.


Rate this content
Log in