મારા પપ્પા બહુ ભોળા
મારા પપ્પા બહુ ભોળા
મારા પપ્પા બહુ ભોળા,
જગને જોતા મારા પપ્પા પ્યારા,
મને તો પ્રભુથી લાગે તે ન્યારા,
મારા પપ્પાની જિંદગીમાં ચમકે તારા,
મારા પપ્પા બહુ ભોળા,
જગને જોતા તો પપ્પા મારા લાગણીથી કોરા,
સ્વભાવે છે થોડાક કડક રાતે આવે મોડા,
નથી જોયા ક્યારેય પગમાં નવા બુટ ને મોજાં,
ભલે ચાલતા આવવામાં પગે પડે ઘણા સોજા,
પણ ઘરમાં અમને જોઈ એ ઘણા હરખાતાં,
ક્યારેય ન લાવે ચહેરા પર થાક અને તકલીફની રેલી,
હોય વરસાદી ઋતુની રેલી પપ્પાને ઓફિસે જવાની આદત વહેલી,
મારા પપ્પાને જોતા તો દુઃખ તકલીફ ઘણી દૂર ચાલી જતાં,
રાત્રી દરમ્યાન ક્યારેક અંધારામાં જ આંસુ સારી લેતા,
મુશ્કેલીની વાત અમને ક્યારેય ન કહેતાં,
સુખમાં અમને રાખતા પપ્પા દુ:ખને મનમાં સહેતા,
દુઃખ દર્દને તો પપ્પા મનમાં જ વસાવી લેતા,
મારા પપ્પા બહુ ભોળા જગને જોતા મારા પપ્પા પ્યારા,
મને તો પ્રભુથી લાગે ન્યારા.
