પપ્પા સાથેની યાદો
પપ્પા સાથેની યાદો
ખરું કહેવાયને પપ્પાના કોઈ સાથે વધુ ફોટા નથી,
પરંતુ દીકરા-દીકરી દિવસમાં પપ્પાને જોતા નથી,
પપ્પા ક્યારેક લાગણી જતાવવામાં હોતા નથી,
પારિવારીક પ્રસંગોમાં ભાગ્યેજ હોતા નથી,
માથે લાખ ઘણી ચિંતા હોય પણ કોઈને કહેતા નથી,
દીકરીના વિદાય વેરા મન મૂકી રડતા હોય,
પરિવારને ખુશ જોઈ પપ્પા હરખમાં હોય,
સમય આવે કાળજું પણ આપી દેતા હોય,
પપ્પા સૌના હોય પણ મારા પપ્પા બધાથી અલગ હોય,
જગ જાણે છે કે ગાયત્રીના પપ્પાની વાત અલગ હોય,
દીકરાને ગુસ્સો બતાવે દીકરીને વ્હાલ કરાવે,
સમાજમાં સન્માન હક દીકરીનો છે તે જતાવે,
સમયની સાથે સમજાવે અલગ વિચાર ગણાવે.