STORYMIRROR

Kaushik Dave

Inspirational Others

3  

Kaushik Dave

Inspirational Others

ખાલી ઘર

ખાલી ઘર

1 min
263

ગાઢ નીંદરમાં સુતા પ્રભુ,

મંદિરો પણ બંધ છે,

ભોગ ધરાવી અમે થાક્યા,

ભૂલો અમારી બહુજ છે,


ના જોઈ કુદરતને અમે,

વિનાશ કરવા બેઠા છીએ,

ખાલી ખાલી ઘરો ને,

મંદિર પણ ખાલી છે,


બસ દોટ દર્દીઓ ની ,

હોસ્પિટલ તરફ છે,

એક આશા ડોક્ટર પર,

દર્દીઓ પણ બહુ જ છે,


ઘરમાં હોવા છતાં પણ,

ઘર પણ ખાલીખમ છે,

જુઓ આ ખાલી ઘર,

ને મકાન પણ ખાલી છે,


સાવચેતી ના રાખી તો,

ખાલી ખાલી ઘર છે,

ગાઢ નીંદરમાં સુતા પ્રભુ,

મંદિરો પણ બંધ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational