STORYMIRROR

Vimal Soneji

Inspirational

3  

Vimal Soneji

Inspirational

પ્રેમ શક્તિ

પ્રેમ શક્તિ

1 min
202

પ્રેમ શક્તિ એક અમૃત છે

પ્રેમામૃત પીનાર બચી જાય છે,

 

પ્રેમ એ બધા શાસ્ત્રનો સાર છે

પ્રેમ કરનાર એ પામી જાય છે,

 

એકેય શબ્દ કે શ્લોકની જરુર નથી

પ્રેમ પામનાર મૌન થઈ જાય છે,

 

પુષ્પની જેમ ખીલી જવાય છે ને ખરી પડાય છે

પ્રેમની સૌરભથી જીવી જવાય છે,

 

તૂટી જવાની અણી પર હોય જીવન

તોય પ્રેમથી નવજીવન પામી જવાય છે,

 

પ્રેમ જીવન જીવતા શીખવે છે

મૃત્યુમાં અમૃત પી જવાય છે,

 

પ્રેમથી સૂર્ય ચંદ્ર ધરતી ધરી પર ફરે છે

સૂર્યની જેમ પ્રકાશિત થઈ જવાય છે,

 

પ્રેમમાં બધું સુંદર લાગે છે

પ્રેમથી સુંદરતાથી જીવાય છે

સૌને ગમી જવાય છે,

 

પ્રેમમાં પર્વતની અડીખમતા છે

પ્રેમથી પર્વતથી પણ ઝૂકી જવાય છે,

 

પ્રેમમાં અપાર ધૈર્ય છે

સાથીનો સાથ મળે તો ઊઠી જવાય છે,

 

પ્રેમમાં ગુમ થઈ જવાય છે

લગનથી શોધી લેવાય છે,

 

જન્મથી સ્વાસની કેદમાં જીવીએ છે

પ્રેમથી જીવન શ્વસી જવાય છે,

 

પ્રેમ જડીબુટ્ટી છે સંજીવની છે

પ્રેમથી છલકાઈ જાઓ

સૌને પ્રેમ કરો.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Inspirational