મૌનોત્સવ
મૌનોત્સવ
1 min
141
હું ચુપ થઇને મૌન થઇ જાઉં
મનથી મૌનનો મૌનોત્સવ મનાઉં
વૈખરી મધુર વાણી શ્રુત કરું
વાણીના શબ્દોને સ્પર્શ કરું
શબ્દોના સ્વરોની પરખ કરું
સ્વરના નાદને મનમાં ભરું
સમસ્ત રેણુના વેણુ નાદને સાંભળું
સમસ્ત વાણીને સમજી શકું
પ્રેમ પ્રવાહ વહાવી શકું
અમ્રુત વર્ષા વરસાવી શકું
