STORYMIRROR

Vimal Soneji

Inspirational

3  

Vimal Soneji

Inspirational

આનંદના આંગણે

આનંદના આંગણે

1 min
170

આકાશના ઓટલે આટલી તો જો

આનંદના આંગણે આસનીત તો થા,


અહમં અહંકારને ત્યાગી તો જો

આજ્ઞાચક્રમાં આશા અપનાવી તો જો,


અવાજમાં અમી ભરી તો જો 

આત્મામાં આનંદ આરોપી તો જો,


અવતારી ઈશ બાળકોને રમતા તો જો

અવનીનાં આંચલની અનેરી તો જો,


અનિલની લહેરની લહેરખી તો જો

અસીમ સાગરના ઐશ્વર્યની મોજ જો,

અટકું ? 


આટલા અખંડ આનંદ એ જ પરમના

પરમ આનંદની કૃપાનો પરમાનંદ,


અપનાવી લો સર્વ યોગનો યોગાનંદ

અમારા એ વનનો જીવન મંત્ર 

બસ આનંદ મંગલ કરો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational