STORYMIRROR

Vimal Soneji

Others

3  

Vimal Soneji

Others

સંગીત ઝરૂખે

સંગીત ઝરૂખે

1 min
161

અંબર આકાશ અવકાશ સર્જતું 

એન ને એમ છે 

વાદળ બધા કંઈક સર્જતા 

જેમ તેમ છે 

છતાં બધું હેમખેમ છે,


કોઈ વાદળ ઘનશ્યામ તો 

કોઈ વાદળ રૂપાળી રાધા,


કોઈ વાદળ ગડગડાટ કરે તો 

કોઈ વાદળ મુનિ મૌન ધર,


કોઈ વાદળ વરસે તો 

કોઈ વાદળ તરસાવે,


કોઈ વાદળ ચાંદ છૂપાવે તો 

કોઈ વાદળ વીજ ચમકાવે,


પણ છતાં બધું હેમ ખેમ છે 

અંબર આકાશ એમનેમ છે,


જયાં સંગીત સુક્ષ્મ છે 

ને વરસાદ રૂમઘુમ છે,


ને અંબર આકાશ એમ ને એમ છે

મારા સંગીત ઝરૂખે સૌને ભાવભર્યું આમંત્રણ છે.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை