એક હર્ષબિંદુ
એક હર્ષબિંદુ
1 min
211
એક હર્ષબિંદુમાં સાગર ડૂબી જાય
એક સૂર્ય કિરણમાં સપ્તરંગ ભળી જાય,
એક સાગરમાં સપ્ત નદી સમાઈ જાય
એક વાદળમાં સપ્ત સાગર સમાઈ જાય,
એક આભમાં અસંખ્ય તારા સમાઈ જાય
એક પવનમાં પરમને પ્રેમ સમાઈ જાય,
એક ગીતમાં સપ્તસ્વર શમી જાય
એક ધ્વનિમાં સમસ્ત ધ્વનિ તરંગ સમાઈ જાય,
એક તેજબિંદુ સર્વને પ્રકાશિત કરી જાય
એ સુમન બિંદુને સ્નેહસુમનથી વધાવીએ.
