STORYMIRROR

Vimal Soneji

Classics

3  

Vimal Soneji

Classics

કામણ કર્યા કાનુડાએ

કામણ કર્યા કાનુડાએ

1 min
133

કાન્હા કામણ કર્યા રાધા ને બંસી પર

બંસી બની તારી સખી ને તું સૌનો સખા 

બંશી તો અનાદી નાદનું અનાદી આદી વાદ્ય

બંશી તો શિવમનું પ્રતીક ને શિવમની ભેટ


જીવનના વેરઝેરને સંગીતમાં પરિવર્તીત કરવા

ધરી બંસી શિવમે જેણે પીધા હળાહળ ઝેર

ઝેર કર્યું જવાહર કંઠે કહેવાયા નીલકંઠ

તાંડવ ન્રુત્ય કરી કહેવાયા નટરાજ 


મધુરતા ને પ્રેમની મીઠાશ ફેલાવી કર્યું  

ન્રુત્ય ને કર્યા કામણ તેથી કહેવાયા નટરાજ 

જીવનના દરેક ક્ષેત્રે કર્યા કામણ 

જીવનમાં આપ્યો પ્રેમ દરેક ક્ષેત્રના જણને 


બન્યા સાથી ને સારથી ને કર્યા કામણ 

રચ્યા રાસ ને રમ્યા રંગે ને કર્યા કામણ 

પોલી બંસીમાં ભર્યા સુર ને કર્યા કામણ 

પ્રેમથી પુર્ણતા પામી બંસી ને કર્યા કામણ 


પ્રેમની ધારા વરસી રાધા પર ને કર્યા કામણ 

ઝીલી ભક્તિ મીરાની ને અમ્રુત ધરી કર્યા કામણ 

ઉપાડ્યો ગિરીરાજ કે સૌની મુશ્કેલી ને કર્યા કામણ 

ધર્યું સુદર્શન ચક્ર અનામીકે ને કર્યા કામણ 

ધરીએ ધ્યાન બંસીંધરનું ને રહીએ રમણ 


Rate this content
Log in

Similar gujarati poem from Classics