STORYMIRROR

Vimal Soneji

Inspirational Others

3  

Vimal Soneji

Inspirational Others

નિત્યા બની રહ્યા

નિત્યા બની રહ્યા

1 min
194

નિત્ય નિત્યા બની રહ્યા રાજાની વાડીમાં 

અવતરણ પામ્યા બાઈયાને આંગણે 

પામ્યા પંકજને બની રહ્યાં તમે પંકજ

રિધ્ધી સિધ્ધી બની રહ્યાં તવ શીલાધાર,


મા શારદાની કરુણા કૃપા અર્પે સહજ

શબ્દ સંગાથે સંવારો જીવન મહજ

ના લાગે સંઘર્ષ કોઈ બોજ

જીવન લાગે હવે જ બસ મોજ


આંખોનું તેજ અને આંખોનો ભેજ 

આંખોના સપના આંખોમાં રહે સહેજ

સપનાનાં એ તેજ કરે દૂર એ ભેજ 

સપનાનાં આસમાની ભેજ 

સજાવે આત્માનાં તેજ,


સપનાનાં સહારે અસ્તાચળે કરી એવી કરની 

કે અનેક બહેની બની લખલૂટ લેખીની,


અનેક સંસ્મરણોની સોગાત લઈ સિધાવો 

નવ સ્થળે, રહો સ્વસ્થ પામો સ્વત્વ 

પામો નવદિશા ને નવ દશા,


આજ ભરપૂર સુખદ યાદોને મમળાવો 

કરો ભસ્મ દુ:ખદ યાદોને 

કરો શુભારંભ નવજીવનમાં 

ભરો ઉડાન સારા ગગનમાં 

કરો સપના સાકાર જીવનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational