STORYMIRROR

Mehul Shah

Inspirational Others

3  

Mehul Shah

Inspirational Others

મનન

મનન

1 min
254

મનમાં ચાલે મનન,

મળ્યો માનવ જનમ,

કરું કેમ તેને સફળ.


સફળતાનું શું રહસ્ય,

શું છે મારુ લક્ષ્ય,

કેમ પારખું જીવન તથ્ય,

શું ભાગ ભજવે ભાગ્ય.


ભટકું છું ભૂમિ ગગન,

જેટલા લોકો તેટલા કથન,

વિવિધ વિચાર અને વર્તન.


સોનુ ચાંદી કે ઘણું દ્રવ્ય,

પ્રેમાળ પરિવાર અને સુખી દામ્પત્ય,

સુંદર તન અને સારું આરોગ્ય,

ખેલ-કૂદ, સંગીત કે સાહિત્ય,

સમાજસેવામાં અગ્રણી સદસ્ય,

કે પછી ભજું હું મારા આરાધ્ય.


મારી આસ્થા છે પરમ,

પણ સાચો કયો ધરમ,

મળશે કેમ પ્રભુ શરણ.


સમઝાય નહીં શું છે અગત્ય,

ઝંખું પિઢ ગુરૂનું સાનિધ્ય,

જે અંધકાર દૂર કરે બની સૂર્ય,

સફળ બને મારૂં ભવિષ્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational