STORYMIRROR

Mehul Shah

Romance

4  

Mehul Shah

Romance

અસ્તિત્વ સમર્પણ

અસ્તિત્વ સમર્પણ

1 min
1.1K

યાદ છે તે પળ, જોઈ જ્યારે તારી પહેલી ઝલક,

પ્રસરી હતી મનમાં, આનંદની એવી અનેરી ચમક.


અટવાયો હું, નિહારી તારું  મનોહર લલિત,

મહેક તારી એવી, કરે મને સદા મોહિત.


તારા થકી જીવનમાં ઉત્સાહ અને ઉમંગ,

લાવે તું ક્યાંથી  આટઆટલા પ્રેરણા તરંગ.


હમસફર તું સાચી, થાય છે એવું પ્રતિત,

રહેવાતું નથી હવે તારાથી વધુ વંચિત.


ઈચ્છા એક એવી, કરું તારી સાથે સગપણ,

સુખને સરનામે માણીએ, સાથે સાથે ઘડપણ.


સતત રાખું મનમાં, હું તારું સ્મરણ,

મારું અસ્તિત્વ કરું, હું તુજને સમર્પણ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance