Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mehul Shah

Comedy Drama Others

4.3  

Mehul Shah

Comedy Drama Others

પોર્ટફોલિયો લહુલુહાણ

પોર્ટફોલિયો લહુલુહાણ

1 min
242


મૂંઝાય છે મારા પ્રાણ,

મારો પોર્ટફોલિયો લહુલુહાણ,

મને કરવું કાઇંક રોકાણ,

પણ જડતું નથી કોઈ રામબાણ,


શેર-માર્કેટમાં થતી ઘમાસાણ,

ક્યારે પડતી ક્યારે ચઢાણ,

ટ્રેડિંગમાં પડે મને બહુ તાણ,

કોઈ આપો ઝુનઝુનવાલાની ઓળખાણ,


જમીન-જાગીરમાં ઘણી મોકાણ,

કોણ રાખે એની દેખભાળ,

પરવડે ના દુકાન કે રહેઠાણ,

પાછા બિલ્ડર્સના નથી કોઈ પ્રમાણ,


સોના-ચાંદીમાં આવ્યો જુવાળ,

તોય નીકળી પડ્યા ઘણા લેવાલ,

કૉમોડિટીસના પ્રવાહોથી હું અજાણ,

નથી જોઈતો અધિક માસનો દુકાળ,


ફિક્સડ ડિપોઝિટના થયા હાલહવાલ,

વ્યાજ દરમાં નથી ઠેકાણ,

છ ટકામાં કોનું થાય કલ્યાણ,

ઈન્ફ્લેશન કરે પુરેપૂરો હલાલ,


જો ક્યારે દેખાય થોડાઘણા નફાના એંધાણ,

તરત આવી પહોંચે ઈનકમ-ટેક્સના જંજાળ,

કિનારે કિનારે ડૂબી રહ્યું મારું વહાણ,

અટકી ગયું આર્થિક સ્વતંત્રતાનું પ્રયાણ.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy