STORYMIRROR

Mehul Shah

Inspirational

4  

Mehul Shah

Inspirational

પરિવર્તન

પરિવર્તન

1 min
302

પરિવર્તન છે કાયમ, આપે અડચણ અને પડકાર

પ્રગતિપંથનો નિયમ, કરિએ તેનો સ્વિકાર

સર્જન અને વિસર્જનથી આગળ વધે સંસાર

સમય ક્યારે બદલાય, ભાળીયે તેનો અણસાર.


તકનિકી દુનિયા આજે ભરી રહી હરણફાળ

ઇટંરનેટ અને મોબાઈલથી નિતનવા આવિષ્કાર

મુળભુત રુપે બદલાય રહ્યા કેટકેટલા વ્યાપાર

મુસાફરીથી મનોરંજન, ઉત્પાદથી આહાર

જે વ્યાપારી સમજે, તે આકર્ષે ખરિદાર.


દેશભરમાં આજે થઈ રહ્યા માળખાકીય સુધાર

GST હોય કે NEP. કે પછી ઓળખનો આધાર

ખેતી, શિક્ષા, ઉર્જા જેવા ક્ષેત્રે થઈ રહ્યા ફેરફાર

શાશનમાં સંશોધનને આપીએ આગવો આવકાર.


ભ્રષ્ટાચાર અને ગંદકી આપણા સામાજીક વિકાર

સમાજ કે સરકાર આમા કોણ જવાબદાર ?

દાયિત્વ છે આપણુ, આ નથી કોઈ પરોપકાર

સ્વિકારીએ આ સત્ય અને સુધારીએ સંસ્કાર

ત્યારેજ બનશુ આપણે, પ્રાચીન ધરોહરના હક્કદાર.


પરિવર્તન સ્વિકારવુ નથી સહેલું માનુ છું દોસ્તાર

પણ મન હોય તો માળવે પહોચતા લાગતી નથી વાર

ભરીએ પગલુ પહેલુ, જોડાશે મિત્ર અને પરિવાર

મદદ કરવા તો તત્પર છે મારો સર્જનહાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational