STORYMIRROR

Mehul Shah

Others

3  

Mehul Shah

Others

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા

1 min
300

સોશ્યલ મીડિયાની આજે નથી કોઈ નવાઈ,

બે દસકાની સફર, કરે પરિવર્તનની અગવાઈ,

એવી છે નવી રીત, જેનાથી આદતો બદલાઈ,

ઓટલા પરની ગપશપ, હવે મોબાઈલમાં સમાઈ,


ફેસબૂકમાં જોઈ બબિતાની પ્રોફાઈલ, જેઠાલાલ મલકાય,

દયાભાભીના ગરબા, હવે ટિકટોકમાં વખણાય,

ટપુસેના સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામમાં જ દેખાય,

પોપટલાલતો ટીન્ડરમાં પણ બહુ શરમાય,


વોટ્સએપ વિના, બકાથી બે મિનિટ ના રહેવાય,

ખોટું ખરું ભૂલી બસ ફોરવર્ડ કરતો જાય,

ટ્વિટરમાં તો બકો બહુ શૂરવીર થાય,

પણ સામે આવે તો બોલવામાં બહુ ખચકાય,


રાજકારણની ભવાઈ, સોશ્યલ મીડિયામાં ખૂબ ગવાય,

ફેક ન્યૂઝના વંટોળમાં, મૂળ મુદ્દા ગયા ભૂલાય,

'પપ્પુ' અને 'ફેકું' ના મીમ્ઝ પર ચૂંટણીઓ લડાય,

જનતાના મનની વાત, આમાં કેમ કરી સમઝાય,


ફેસબૂક અને વોટ્સએપ તો એકમેકના ભાઈ,

જીઓ સાથે કરી ભાગીદારી, બન્યા સહુ પિતરાઈ,

નિતનવા નુસખાથી કરશે બહુ કમાઈ,

ચેતતા રહેજો, નહીં તો જશો છેતરાઈ.


Rate this content
Log in