STORYMIRROR

Mehul Shah

Others

4  

Mehul Shah

Others

પરિક્ષા મારી છે કે તારી ?

પરિક્ષા મારી છે કે તારી ?

1 min
254

આજ કેટકેટલા પ્રશ્ને અમે ઝઝૂમી રહ્યા,

તારા ગોઠવાયેલા ધરતીમંચ પર જાણે કેમ ભટકી પડ્યા.


તારી ભલામણ કરનારા તારા વ્યાપારી થઇ ફરી રહ્યા,

તારી શિખામણને ફક્ત લાઇક અને કલેપ કરી રહ્યા.


દૂધ-દહીં અને માખણ-મિસરી ઘર-મંદિરે ધરી રહ્યા,

સુરભિ અને મનોરથ આજે તબેલે રિબાઈ રહ્યા.


ચંદ્ર અને મંગળની પરિક્રમા અમે કરી શક્યા,

તોય ચાર-રસ્તે રઝળતા તારલાઓને ના જોઈ શક્યા.


મા કહીકહીને તારી વસુંધરાને બાળી રહ્યા,

ક્યારે ક્યોટો અને ક્યારે પેરીસ, ફક્ત વાતચિત કરી રહ્યા.


કળિયુગને માનીને બસ હાથ ધરી બેસી રહ્યા,

તારા ગોઠવાયેલા ધરતીમંચ પર જાણે કેમ ભટકી પડ્યા.


Rate this content
Log in