લક્ષ્ય
લક્ષ્ય
મારુ લક્ષ્ય, મારી ઓળખાણ,
પૂરું કરવા ભરી છે ઉડાન,
વ્યર્થ કે અગત્યનો કર્યો વિચાર,
પછી કર્યો લક્ષ્યનો નિર્ધાર,
મારા લક્ષ્યની મને ઘણી છે ચાહ,
પૂર્ણ થવાની જોઉં છું રાહ,
સમય સમયનું કરશે કામ,
ઉતાવળે બાગાડીશ નહીં પરિણામ,
જેમ સાકર વિના મોળો કંસાર,
વિઘ્ન વિના સફળતાનો નથી સાર,
વિવિધ પ્રલોભન જો કરશે પ્રહાર,
સચેત મન મારૂં હથિયાર,
તન મનથી કરું હું પૂરો પ્રયાસ,
વિલંબમાં ના ભૂલું આત્મવિશ્વાસ,
જીવનચક્રનો અનિશ્ચિત પ્રવાહ,
ક્યારેક ક્યારેક જોવડાવે રાહ,
આવશે જો કોઈ અલ્પવિરામ,
લક્ષ્યના શોધીશ નવા આયામ,
માનમ શ્રદ્ધા છે ભરમાર,
સાથ આપશે સર્જનહાર,