STORYMIRROR

Mayur Rathod

Inspirational

3  

Mayur Rathod

Inspirational

કોરોના કાળમાં

કોરોના કાળમાં

1 min
207

માનવીઓ ઘેરાયા છે, કોરોના કાળમાં,

માનવ મેરામણો ઉભરાયા, કોરોના કાળમાં,


વ્યસન ભૂલી ગયા માનવી કેટકેટલા,

સંબંધો પાછા મેળવ્યા, કોરોના કાળમાં,


જ્યાં-ત્યાં ભાટકવાનું ભૂલ્યો, કોરોના કાળમાં,

પરિવાર એકબીજાને સમજ્યા, કોરોના કાળમાં,


રાજી થયા પશુ-પક્ષી, કોરોના કાળમાં,

વનના વનરાજો મલકાયા, કોરોના કાળમાં,


જળાશયો સ્વચ્છ બન્યા, કોરોના કાળમાં,

શહેરોના પ્રદૂષણ હાલ ખોરવાયા, કોરોના કાળમાં,


જંકફૂડના હેવાયાઓ ઘવાયા, કોરોના કાળમાં,

પૌષ્ટિક આહાર આરોગવા લાગ્યા, કોરોના કાળમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational