STORYMIRROR

Rekha Patel

Tragedy

4  

Rekha Patel

Tragedy

આભ

આભ

1 min
227

આછેરા ઉજાસ, વાદળો ને તારાઓનો સમન્વય થયો,

આ જગતને સુંદર અદ્ભૂત નજારો જોવા મળ્યો,


ગણ્યાં ગણાય નહીં ને વિણ્યાં વિણાય નહીં એવાં આ તારલા,

સદીઓથી આભમાં ટમટમી રોશની આપતો રહ્યો,


બારી અને બારણાં મેં મારાં સદનનાં ઉઘાડાં રાખ્યાં,

કયારેક તું આવીશ એવી રીતે થનગની રહ્યો,


આ ઝગમઝતાં તારલાઓને સમાવી દઉં મારાં દિલમાં,

રોશની આપીને સૌનાં દિલને આવકારતો રહ્યો,


નીચે ધરતી પર રાહ જોતી હતી મા વ્હાલા દીકરાની,

પણ તારો બનીને ચમકતો તેનો દીકરો થયો,


જનાર કોઈ પાછું આવતું નથી આ જગતમાં,

તારો બનીને આભમાં ચમકી સાબિત કરતો રહ્યો,


"સખી" દૂર આભમાંથી એક તારો અચાનક ખરી પડ્યો,

જાણે આભ સાથેનો નાતો કાયમનો તોડી નાખ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy