Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Tragedy

4.3  

Kalpesh Vyas

Tragedy

લટકતી ગાજર

લટકતી ગાજર

1 min
327

દરેક ગધેડાની આગળ એક ગાજર લટકતી રાખી છે ,

માલીકે એની પીઠ પર સ્વાર્થની પોટલી પણ રાખી છે ,

નાદાન છે એ ગધેડો નિરંતર દોડ્યા કરે છે ,

પણ એણે એ લટકતી ગાજર કહેજો ક્યારે ચાખી છે?

ગાજરને ખાવા માટે એ આંખો મીચીને દોડી રહ્યો ?

લીલોત્રી હોવા છતા એ ભૂખ સહન કેમ કરી રહ્યો?

કોઈ સાદ આપે તો પણ ધ્યાન બહેરો બની દોડી રહ્યો ,

શું આજુબાજુ ગધેડા દોડી રહ્યા એટલે એ દોડી રહ્યો ?

લટકતી ગાજર આગળ વધવા એને પ્રેરિત કરી રહી ,

બીજીતરફ લટકતી તલવાર કારણ વગર ડરાવી રહી ,

મૃગજળસમી એ ગાજર એને વ્યર્થમાં લલચાવી રહી ,

નજીક છતાય સમાંતર એવી મંઝિલ તરફ દોડાવી રહી ,

મૃગજળસમી ગાજરને છેક સુધી મેળવી ન શક્યો ,

દોડતા-દોડતા લપસી પડ્યો સીધો ખાડામા પડી ગયો ,

ગાજર એને મળી પણ અ મોઢુ ખોલી ના શક્યો ,

માટીનો બનેલો એ સજીવ પોતે માટીમાં ભળી ગયો.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy