સ્પેસ...?
સ્પેસ...?
જયારે જયારે તને શાળાએ
મૂકવા આવતો....
ત્યારે ત્યારે ખૂબ મોટા સ્વપ્નાંઓ સેવતો,
ખૂબ કમાઈ ને તારા ભણતરમાં રોકાણ કરીશ.
તને જગતની બધી ખુશી આપીશ.
આજીવન તારી સાથે મનભરીને જીવીશ.
અરે! હા,
હું તો એમ પણ વિચારતો કે,
તું યુવાન થઈશ.
ત્યારે તારી ને મારી વચ્ચે જનરેશન ગેપ આવશે,
પછી બાપ દીકરાની લડાઈઓ પણ થશે.
અને, અને ઘણું બધું ......
પણ .. પણ
મને ખબર ન હતી કે
આજકાલના દીકરાઓને
જનરેશન ગેપ તો બિલકુલ નથી નડતો,
પરંતુ થોડી સ્પેસ જ વધુ જોઈએ છે.