શું ગમે ?
શું ગમે ?


વાત વાતે પોંખવાનું શું ગમે ?
ત્રાજવે મને જોખવાનું શું ગમે ?
જાત સાથે છેતરાઈને કહે ,
છેક દ્વારે રોકવાનું શું ગમે ?
લે કરું હું ભાવતાલ જિંદગી ,
ભાવ ખોટા તોલવાનું શું ગમે ?
દાવ મારો બંધ બાજીનો રહ્યો ,
ભેદ સારા ( સઘળા ) ખોલવાનું શું ગમે ?