મનોમંથન
મનોમંથન
મારા અને વિશ્વના ઉંબરે હંમેશા હું અટકી પડયો,
એમ જ હું તો લટકી પડયો...
નાનપણથી એકવીસમી સદીમાં હોવાપણાનો ભાવ,
ટેકનોલોજીનો વિકાસ અને પ્રકૃતિનો બચાવ,
બધુંજ સમજવામાં ઘણીવાર ભટકી પડયો...
પર્સનાલીટી ડેવલોપમેન્ટ 'ને સ્માર્ટનેસ ફલાણું ફલાણું,
ત્યાં તો સૌ કોઈ ગાવા માંડ્યાં પોત પોતાનું ગાણું,
એમ કરતાં થાકીને સમય પણ બટકી પડયો....
વૈશ્વિકરણના વ્યાપારની વ્યાખ્યા ગળે ઉતરે કેમ?
જ્યારે સપનાં સજાવ્યા પરસેવો પાડીને મેદાને જેમ!
લક્ષ્ય એક રાખ્યું તો વમળમાંથી છટકી પડયો..