STORYMIRROR

Bina Majithia

Romance

4  

Bina Majithia

Romance

મિલનની વેળાએ

મિલનની વેળાએ

1 min
266

ચાલ હવે પહેલા પ્રણયની શરૂઆત કરી દઉં,

વિતાવેલી વિયોગની ક્ષણોની વાત કહી દઉં.


તન મનને થથરાવતી રાતોની ક્રૂર ઠંડી,

એકલા એકલા સહ્યાનો થાક કહી દઉં.

વસંતના વાયરા વિંઝાતાને કોયલ ટહૂકતી,

ત્યારે દિલમાં કેવી લાગતી પ્યાસ કહી દઉં.


આભના સાસરેથી ધરતીને પિયર પાછી ફરતી, 

વર્ષાની ટાઢીબોળ બુંદો લગાડતી આગ કહી દઉં.

મળવામાં કેમ લગાડયા આટલા વર્ષો ?

શીદને લાગી આટલી બધી વાર કહી દે?


મારા વિના કેવી રીતે વિતાવ્યા દિવસો,

શિયાળાની ઠંડીને, ધગધગતાં ચોમાસા,

ઉનાળે લાગતો પેલો લૂ નો ધોધ વરસાદ ,

કેમ ક્યારેય ના આવી મારી યાદ કહી દે?


ડરો નહિ કરી દઉં છું હવે માફ તમને, 

છે માત્ર તમને મળ્યાંની હાશ કહી દઉં.

જાણું છું તમે પણ વેઠ્યો છે ઝુરાપો,

અને કર્યા છે બધાં વિઘ્નોને માત કહી દે.


ભૂલો હવે વિતેલા દિવસોની વાતોને,

કરવી છે નવા જીવનની શરૂઆત કહી દઉં.

મળો આમ વારંવાર નિરાંત લઈને,

તો માંડીને કરવી છે વાત કહી દઉં.


હજારો ઉર્વીઓનો સાગર ઘૂઘવે છે ઉરમાં,

કેમ કરૂ પ્રેમની રજૂઆત કહી દે?

વાસ્તવિકતા અને લાગણીશીલતાનો,

હવે ક્યારે થશે મેળાપ કહી દે?


વ્યોમ તારા માટે વાટ જોતી વસુંધરા સદા,

હવે તારા પ્રેમની ધોધમાર બોછાર કરી દે.

ચાલ હવે પહેલા પ્રણયની શરૂઆત કરી દે,

કરવી છે નવા જીવનની શરૂઆત કહી દે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance