STORYMIRROR

Bina Majithia

Inspirational

4.0  

Bina Majithia

Inspirational

તું છોડ!

તું છોડ!

1 min
644




સ્વતંત્ર ગગન મળ્યું છે, ક્ષિતિજની ઘેલછા તું છોડ!

ઉડાન છે તારી પાંખમાં, પાલવની સોડ તો તું છોડ!


અંધકારમાં આશા છે, પરિવર્તિત પ્રકાશની;

સૂર્ય તારે દ્વારે ઊભો છે, આંખ ખોલી જાત મરોડ !


ઝળહળતાં તારલાંઓ પોકારે છે અનંતપારથી,

તારા સ્વનિર્મિત કારાગારનું, દ્વાર તો તું તોડ !


ધર્મયુદ્ધોની ફરિયાદમાં કેમ જીવે છે, ખંડિત થઈ ?

જો જીવે છે માનવતા તુજમાં, તો ધર્મને તું જોડ!


મંઝિલ તો એક મુકામ છે, ત્યારપછી પણ થોભવું નહીં;

જો રસ્તો મળ્યો જ છે, તો સાચી દિશામાં તું દોડ!


' માણેક ' તું કરે એમ નહીં, એ તો 'હરિ' કરે એ સહી ;

જો સમજાઈ ગયું છે,તો ખોટી વેદનાઓને તું છોડ!



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational