એ વીતેલો સમય
એ વીતેલો સમય
એક જ વાર કોઇનો સાથ મળે બીજીવાર નહી;.
સાથ મળે તો બીજીવાર કોઇનો હાથ મળે નહી.
જવું છે ગિરીમાળાને માણવા માટે દૂર;
ફરીવાર એ જ પ્રકૃતિ મળે નહી.
ચાલવુ છે ગગન મહી આહીસ્તા;
એ રસ્તો ફરીવાર મળે નહી.
સમજવુ છે તારા દિલને ફરીવાર;
એ વીતેલો સમય પાછો મળે નહી.
સૂરજના કિરણોને જોવા છે મારે;
સંધ્યા એ અજવાળુ ફરી મળે નહી.
મને તારી રમત સમજાય નહી;
હવે, આવો દાવપેચ મળે નહી.
