ફુલો દેખતો જાવ છું
ફુલો દેખતો જાવ છું
ચહેરાઓના સ્મિતમા અટવાતો જાવ છું
કેમ આમ બને છે કે ખુદને ભુલતો જાવ છું
નસીબને સન્માન આપી વધતો જાવ છું
કેમ આન બને છે કે પાછળ હટતો જાવ છું
ઘણા દોરાધાગા કરી બીજાને હેરાન કરતો જાવ છું
કેમ આમ બને છે કે જાતને મારતો જાવ છું
કાયમ માટે કળીને ફુલ જોતો જાવ છું
કેમ આમ બને છે કે સીધા ફુલો દેખતો જાવ છું
સાગર કિનારે નૌકા લાંગરતો જાવ છું
કેમ આમ બને કે મધદરરીયે રહી જાવ છું
કફન કબરને રોજરોજ મળતો જાવ છું
કેમ આમ બને છે કે યમરાજને મળતો જાવ છું
અપમાન સાથે વાતોને કાઢતો જાવ છું
કેમ આમ બને છે કે દીલથી યાદ કરતો જાવ છું.
