પ્રેમનું કેન્સર
પ્રેમનું કેન્સર
જોયું મેં ઘણું બધું
પણ ના જોયું તો એ છે પ્રેમનું કેન્સર!
તારી સાથે જ તો હું જેવો છું એવો રહેતો હતો,
મન ખુલી ને જીવતો હતો,
ખુશ રહેતો હતો ને ખુશ રાખતો હતો...
નાના એવા જીવનને જીવતો અને જીવાડતો હતો ...
મળ્યો તને હું... લાગ્યું મને કે કદાચ મળશે તારો સાથ આખી સફર,
પણ સાથ મારો લઇને બેઠું આ પ્રેમનું કેન્સર!
લેતો હતો સુગંધ હું વિવિધ ફૂલોની ..
લાગે કે ખેતી કરી મેં લાગણીના પાકની ..
પણ કદાચ રહી હશે એમાં મારી કોઈ કસર..
મારા દિલના બગીચે ખીલ્યું પ્રેમનું કેન્સર!
જીવે તો બધા જ છે શ્વાસ હોય ત્યાં સુધી..
પણ જીવન લાગે છે સાચું કોઈ પાસે હોય ત્યાં જ સુધી ..
પછી તો બસ છે આ શ્વાસની જ રમત ..
મારામાં બાજી મારી ગયું એ પ્રેમનું કેન્સર..!
દુનિયા જુવે એનાથી હું ખુદ ને ઉપર જોતો..
તારા ગયા પછી હું એકલો કોઈ ખૂણે બેસી ખુબ રોતો ..
લોકો કહેતા કે બદલાઇ ગયું છે વ્યક્તિત્વ આનું, આને કોઈ પાછો ગોતો..
પણ હું તો બસ હું રહેતો જયારે સાથે તારી હોતો..
દિલ તૂટી ને બળી જવામાં ના રહી કોઈ કસર...
મને ભરખી ગયું પ્રેમનું કેન્સર!
જીવન રૂપી યુદ્ધ લાડવા માંગતો હતો લઇને તારો સાથ..
પણ શું કરે એ યોદ્ધા જેના યુદ્ધ ટાણે ના હાલ્યા ઘોડા ના ચાલ્યા હથિયાર....
ઈશ્વરે કીધું કે ખતમ થઇ ગયું જીવન તારું ને બરબાદ તારું જીવતર..
હસી લે જેટલું બની શકે... કારણ... તને તો લઇ ડૂબ્યું પ્રેમનું કેન્સર!
