ચાલ એક કોફી થઈ જાય
ચાલ એક કોફી થઈ જાય
સમય થયો ખુદ ને સમય આપ્યાને,
સમય થયો કઈ સમય કાઢયાંને,
વિચાર્યું કે આજ કઈ જુદું જ થઈ જાય,
દિલ બોલ્યું ચાલ એક કોફી થઈ જાય..
આમ તો સીધી સાદી છે આ કોફી,
પણ છે બહું અનેરી આ કોફી,
કડવી મીઠી જિંદગી જેવી આ કોફી કોણ જાણે શું શું કહી જાય,
દિલ બોલ્યું ચાલ એક કોફી થઈ જાય..
કોફી અને જીવનની કેવી તો સમાનતા છે,
બંને કડવી પણ છે અને છતાં લાગે સ્વાદિષ્ટ છે,
એક તાજગીનો એવો અહેસાસ અને નવી કંઈક કરવાની પ્રેરણા આપે,
સારી કોફી અને સારી યાદોથી ભલભલું વિસરાય,
દિલ કહે મારુ ચાલ રેહ આજ એક કોફી થઈ જાય.
