Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Reh Amlani

Abstract Inspirational Others

4.0  

Reh Amlani

Abstract Inspirational Others

મારા દીકરાની વહુ નથી

મારા દીકરાની વહુ નથી

1 min
93


મારા દીકરાનાં લગન થઈ ગયા 

પણ એની વહુ જ નથી,

સાંભળી ને અચરજ થાય,

પણ સમજો છો તમે જેવું એવું નથી,


સવારનો નાસ્તો,

બપોર અને રાતનું જમવાનુ બનાવતી એ અમારી અન્નપૂર્ણા છે,


મને મારી દવાઓ સમયસર લેવાનું યાદ અપાવતી એ મારા ઘરની ડોક્ટર છે,


આખું ઘર સજાવી ને સરસ મજાનું રાખતી એ મારા ઘરની ઈન્ટેરિયર ડિઝાઈનર છે,


બધા ને શું પહેરવું અને કેવા કપડાંમાં કેવા લાગશે એ જણાવતી એ અમારી ફેશન ડિઝાઈનર છે,


બાળકો માટે હાલતી ચાલતી પાઠશાળા છે,

એ એમ તો હજી પોતે પણ નાચતી ગાતી બાળા છે,


એને મળેલા ઘર ખર્ચના પૈસામાંથી બધાંને ખુશ રાખનાર અને ઘરની જરૂરિયાત એમાંથી જ પૂરી પાડનાર નાણાં પ્રધાન છે.


ઘરને ખુશીયોના ભંડારથી ભરતી એ અમારી લક્ષ્મી છે,


એ મારા ઘરના માન મર્યાદાનું પ્રતીક છે,


અને સૌથી વિશેષ કોઈ બીમાર હોય તો એનું ખાસપણે ધ્યાન રાખતી અને ક્યારેક તો ગુસ્સાથી દબડાવી દેનાર વહાલસોયી દીકરી છે સાહેબ...


એ માત્ર મારા દીકરાની વહુ નહીં અમારા ઘરની લાઈફ લાઈન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract