Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Reh Amlani

Classics

5.0  

Reh Amlani

Classics

વરસાદની રાતો

વરસાદની રાતો

2 mins
549



આ ધીમા ધીમા વરસાદની રાતો ..

સાથ લઇ આવે ઘણી બધી યાદોં ..

આ ધીમા ધીમા વરસાદની રાતો ..


આ વરસાદની રાતોની ભીની ભીની માટીની સુગંધ મને મારુ નાનપણ યાદ કરાવે ...

આ એ ભીની સુવાસ મારા ચેહરા પર સ્મિત અને હૈયા ને રડાવે ..

આ ધીમો ધીમો વરસાદ જાણે મને યાદોંના પારણાંમાં ઝુલાવે ..


આ ધીમા ધીમા વરસાદની રાતો ..


નાના નાના કાગળની નાવડી

અને પાણીના ખાબોચિયાની તલાવડી ..

થોડી વારમાં ડૂબી જતી તલાવડીમાં મારી નાવડી ..

પણ એ એહસાસ હવે થતો કેમ નથી ..? ખબર જ ના રહી મેં ક્યાં કાઢી નાખી જિંદગી આવડી ?


આ ધીમા ધીમા વરસાદની રાતો


સમય સાથે લાગે કે આ વરસાદ પણ જાણે બદલાઇ ગયો છે

પહેલા આના આવવાથી નિશાળે રજાની ખુશી થતી ..

તો આજ અને થી કામમાં રજાની ચિંતા સતાવતી

પહેલા આ ભીંજવી ને મોજ કરાવતો

તો આજ માંદા પાડવાની ચિંતા કરાવતો .

પહેલા રસ્તા પર ખાબોચિયા જોઈને તોફાની કરામત દેખાતી

તો હવે સરકારની લાપરવાહીનો એહસાસ કરાવતી


આ ધીમા ધીમા વરસાદ સાથે લાગે કુદરત પણ કૈક સંદેશો મોકલવા માંગતી


વરસાદ એનો એ જ અને એનું પાણી એનું એ જ

નથી રહ્યો તો માણસ એનો એ જ ..

નથી રહ્યા એના દ્રષ્ટિકોણ એના એ જ

વરસાદના પાણી તો એ જ પણ આંખોને હૃદયના પાણી થયા થોડા તેજ છે ..

પે'લા હું અને વરસાદ બેય હતા આબાદ ..

મોટા મકાનમાં બારીના સળિયા પકડી લાગે કે હવે ફક્ત એ જ રહ્યો આબાદ ..

હાજી પણ લખાશે આ કવિતામાં ઘણું બધું બીજું ...

પણ હજુ થોડી વધારે જિંદગી જીવ્યા બાદ!


Rate this content
Log in

Similar gujarati poem from Classics