STORYMIRROR

Hemangi Bhogayata

Tragedy

3  

Hemangi Bhogayata

Tragedy

કથા સૃષ્ટિના વિનાશની

કથા સૃષ્ટિના વિનાશની

1 min
474

ચાલ સંભળાવું તને કથા સ્વર્ગમાંથી ઉતરેલા ઇવ આદમની, 

ભૂલ કરી બેઠેલા પૃથ્વી પરનાં પહેલા બે માનવની.


વૃક્ષ પર ફળ જોઈ ફળ થયું એમને કે ચાલ ચાખું આ વાની,

કેવો હશે એનો સ્વાદ ને કેવી હશે અસર આની?


થઈ અસર એવી કે ગુમાવવી પડી સ્વર્ગની ગાદી,

આવ્યા પૃથ્વી પર ને થયા અહીંના કાયમી રહેવાસી.


ઈશ્વરે આપ્યા પર્વત, સમુદ્ર, વૃક્ષો ને નદી,

વિતાવી મનુષ્યોએ આ ખજાના વચ્ચે અનેકો સદી.


પણ પછી વાયો વાયરો અલગ ને આવી ૨૧મી સદીની ગતિ,

ભૂલ્યો માનવી મૂલ્ય કુદરતનું, ભ્રષ્ટ થઇ એની મતિ.


કાપ્યા એને વૃક્ષો ને પ્રદૂષિત કરી એને વૃષ્ટિ

ન સમજ્યો એ કે કરે છે નષ્ટ એ સૃષ્ટિ.


ખબર નહિ ક્યારે આ વાત સમજશે માનવી,

ક્યારે સમજશે કે નષ્ટ થયું કુદરત તો નષ્ટ થશે માનવજાતિ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy