ધર્મ
ધર્મ
ધરમના નામેય ધંધા થાય છે,
ખેલ અહીં કેવા ગંદા થાય છે.
તોડવી છે બીજા ધર્મની કમર,
એનાય માટે ચાંદા થાય છે.
છે ખબર કે ઈશ્વર એક છે,
હાથે કરીને અંધા થાય છે.
ગીતા અને કુરાન માટે લડે છે,
લીટી એક પૂછો, ફંદા થાય છે,
સમાજનો કચરો છે આ લોકો,
માણસ મટીને વંદા થાય છે.
