STORYMIRROR

jayprakash santoki

Drama

3  

jayprakash santoki

Drama

ઝાંડવું

ઝાંડવું

1 min
244

ઝેર પી અમૃત આપે ઝાંડવું,

તોય માણસ રોજ કાપે ઝાંડવું,


દોષ બીજાને જરા ના આપતો,

ધ્વંસ થયું તારા જ પાપે ઝાંડવું,


તું ગણી પણ નહિ શકે, છો આંધળો,

ઓક્સિજનની નોટ છાપે ઝાંડવું,


ગામનું તોરણ બનીને શોભતું,

છે ઉગમણી કોર જાપે ઝાંડવું,


તું જુવાનીમાં ઘડો જળ સીંચજે,

સાથ દેશે "જય" બુઢાપે ઝાંડવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama