STORYMIRROR

jayprakash santoki

Inspirational Others

4  

jayprakash santoki

Inspirational Others

એક વત્તા એક બરાબર એક

એક વત્તા એક બરાબર એક

1 min
460

તે અને મેં એક બીજાનું દિલ કર્યું છે હેક,

એક વત્તા એક બરાબર થઈ ગયા છે એક,

હું કરું છું રોકડો તું પ્રેમનો દે ચેક,

એક વત્તા એક બરાબર થઈ ગયા છે એક.


સુખ મળે ચપટીક જો, હું તોય આપું ભાગ,

દુઃખ ચડી આવે જો પડખે, તો તું હિસ્સો માંગ,

થાય પંક્ચર જિંદગીમાં, થઈ જતી તું જેક,

એક વત્તા એક બરાબર થઈ ગયા છે એક.


તું કલાપીની કવિતા, સુંદરમનો હું પાઠ,

એ રીતે બંધાઈ ગયા છૂટી શકે ના ગાંઠ,

જાય નહિ, નીકળેય નહિ કઈ, દિલ છે એવું પેક,

એક વત્તા એક બરાબર થઈ ગયા છે એક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational