STORYMIRROR

jayprakash santoki

Inspirational

3  

jayprakash santoki

Inspirational

પૈસો

પૈસો

1 min
494

રોજ જપે છે માણસ, નોટું, નોટું, નોટું,

કામ કરે એ માટે, ખોટું, ખોટું, ખોટું.


પૈસા વાપરવાની, એને ક્યાં છે ફુરસદ,

ભેગા કરવા દયે છે, દોટુ, દોટુ, દોટુ.


પૈસો ખૂબ લપસણો, પૈસો ક્યાં ચોંટે છે?

હું જ સતત પૈસાને, ચોંટુ, ચોંટુ, ચોંટુ.


ભેગું કર્યું તો પણ,સંતોષ તને છે ક્યાં?

ઈશ્વરથી પણ થાવું, મોટું, મોટું, મોટું.


દેહ મળ્યો માનવનો, જીવી લે 'જય',નહિતર

ટીંગાશે દિવાલે, ફોટું, ફોટું, ફોટું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational