STORYMIRROR

jayprakash santoki

Tragedy

4  

jayprakash santoki

Tragedy

મા બાપ પણ

મા બાપ પણ

1 min
395

ક્યાં સહન પણ થઈ શકે, બે ચાર ગુણનો કાપ પણ,

રિંગ માસ્ટર થઈ ગયા છે આજના મા બાપ પણ.


એક લીટરના ડબ્બામાં ચાર લીટર નાખતા,

માફ કરજો, સાવ ખોટો છે તમારો માપ પણ.


હાથમાં લક્ષ્મી જો હો વિદ્યા અહીં વેચાય છે,

એ ભયંકર છે ગુન્હો, ને છે ભયંકર પાપ પણ.


વાંચવાનું, વાંચવાનું, વાંચવાનું ફક્ત બસ,

ક્યાં કદી મેદાનમાં પગની પડી છે છાપ પણ.


ચોર લૂંટારાની માથે હોય નહીં કંઈ શીંગડા!

બાળપણને લૂંટનારાઓ નથી ને આપ પણ?



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy