લોકશાહી
લોકશાહી
પ્રજાનો આ અવાજ છે,
પ્રજાનો આ મિજાજ છે.
છે ભાર ખૂબ એમનો,
કોણે કહ્યું આ તાજ છે?
બધા જ જાગતા રહો,
બીજો તો ક્યાં ઈલાજ.
તારા જ હાથમાં તો,
આ દેશ કેરી લાજ છે.
જો ખુશ છે તું તોય જા,
ને જા અગર નારાજ છે.
વગાડ આંગળી વડે,
આ લોકતંત્ર સાઝ છે.
ભલે કરે છે રાજ કોઈ,
તારું જ તો આ રાજ છે.