ખર્યાં અમેતો
ખર્યાં અમેતો
મનવાંછિત સુખોની પાછળ દોડ્યા અમેતો
તેથી જ ઇચ્છાની વૈતરણીમાં ડૂબ્યા અમેતો
વણઝારાની જેમ કેટ કેટલું ભટક્યા તોયે
ક્યાંય ઠરીને ઠામ ન થઇ શક્યા અમેતો
સ્વયંનું પ્રતિબિંબ ન શોધી શક્યા તેથી
અંધો સામે ય અરીસાઓ ધર્યા અમેતો
ફેશનના નાદ મહી એવાં પડ્યા કે પછી
લીલાં પીળાં વાઘા કેવાં પ્હેર્યા અમેતો
આમ હતાં તો પર્ણ સમા સૂકા તોયે
કોઈના મર્માળા સ્મિત થકી મ્હોર્યાં અમેતો
કોઈ મનગમતું મળ્યું અમને એવું કે
ખુશ થઇને એનાં દલડાં હર્યાં અમેતો
એકાએક મળ્યું એટલું બધું, ને પછી 'જશ'
જુઓ હર્ષના આકાશેથી ખર્યાં અમેતો