શબ્દો પાસે ક્યાં છે જુબાન
શબ્દો પાસે ક્યાં છે જુબાન

1 min

9.6K
શબ્દો પાસે ક્યાં છે જુબાન ?
કે એ કશું બોલી શકે સ્વયમ્.
છે એ તો બહેરા ને બોબડા,
સાવ નિર્જીવ અંધ ને અપંગ.
છતાંય ગુંજે સૌના મૌનમાં,
સજીવ બનીને ખખડે સહજ.
દિલમાં લગાવે ઊંડી ડૂબકી,
ઊર્મિનાં મોતી વિણે એમજ.
સાવ થીજી ગયેલી લાગણીને,
ઉષ્માથી સહલાવે કેવી ગજબ.
રૂંવે રૂંવે ફૂટેલી કારમી વેદનાને,
પ્રેમથી પંપાળે બનીને મલમ.
રિસાઇને દૂર બેઠેલા સજનને,
વહાલ ધરીને મનાવે 'જશ'.