ઇરાદાઓ બુલંદ રાખીને
ઇરાદાઓ બુલંદ રાખીને
ઇરાદાઓ બુલંદ રાખીને ચાલુ છું,
અવરોધો માર્ગના સઘળા કાપું છું.
ખિસ્સામાં એક ફૂટી કોડી ય નથી,
પણ જગ ખરીદવાની હામ રાખું છું.
ખાલી છે ભાથો સાવ એવું નથી,
તૂટી ફૂટપટીથી આકાશ માપું છું.
સેકેલો પાપડ તો હર કોઇ ભાગે,
હું તો પ્રચંડ શીલાઓ ભાગુ છું.
એવું નથી કે ગમતું બધું છે પાસે,
ક્યારેક તો 'જશ' મુફલીસ લાગુ છું.